પર્વતરાજ શ્રી ગીરીનારાયણની પ્રતિકૃતિ : તૈયાર થઈ રહેલુ એક યાદગાર એવું સ્મારક

શ્રી જગજીવનબાપુ સેવાશ્રમ - જ્ઞાનમંદિર,સીમરધામ,તા.ઉના,જી.જુનાગઢ,ગુજરાતમાં આવેલા ૬૫૦૦૦ ચોરસવારનાં એક મેદાનમાં જુનાગઢ-ગુજરાત સ્થિત પર્વતરાજ શ્રી ગિરિનારાયણની પ્રતિકૃતિ બનાવવાનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ માનવ સર્જીત પર્વતરાજ ગિરિનારની પ્રતિકૃતિનું શિલ્પકામ અને મુદ્રાંકન હાલની સ્થાનિક ભૌગોલિક અને ધાર્મિક સ્થિતિને આધારિત ચાલી રહ્યું છે. આવનારા દિવસોમાં યાત્રાપ્રવાસનું એક વિશાળ ધામ બની રહેશે.

શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ, જ્ઞાનમંદિર-સીમરધામ દ્વારા હાથ ધરેલા બાંધકામો ની જાણકારી (અંદાજીત)

  • શ્રી ગીરનારની પ્રતિકૃતિ
: જુનાગઢનાં પર્વતરાજ ગીરનારની પ્રતિકૃતિ અંદાજીત ૮૧ ફુટ ઉંચો તથા ૧૮૦ x ૧૬૫ ચો.મીટરનાં ક્ષેત્રફળમાં ફેલાશે.(વેગવંત કાર્ય ચાલું છે).
  • શ્રી પાંજરાપોળ
: અંદાજીત પાંચ શેડ
  • શ્રી કૃષ્ણ ગૌશાળા
: અંદાજીત ચાર શેડ(વેગવંત કાર્ય ચાલું છે).
  • ગૌચરણ ની જમીન
: શકય તેટલી વધુ વીઘા સાથે ગૌચરણની જમીનનું સંપાદન કરવું.
  • સંત નિવાસ વિસ્તૃતિકરણ
: ૬૦૦૦ ચો.ફુટ બાંધકામ સાથે અન્ય નૂતન સંતિનવાસનું નિર્માણ. (કાર્ય ચાલું થશે).
  • સંસ્કૃત વિદ્યાલય
: ૮૦૦૦-૧૦,૦૦૦ ચો.ફૂટ બાંધકામ સાથે ગ્રાઉન્ડ+ ૨ માળ સાથે અંદાજીત ૨૫ રૂમ સાથેનું સંસ્કૃત વિદ્યાલય કે જેમાં     સંસ્કૃત   વ્યાકરણ શીખવવામાં આવે છે. (કાર્ય પુરૂ થયેલ છે.)
  • યાત્રિકનિવાસ વિસ્તૃતિકરણ
: ૧૨,૫૦૦ ચો.ફુટ બાંધકામ સાથે હાલનાં દરેક યાત્રિકનિવાસનું વિસ્તારણ.
(વેગવંત કાર્ય ચાલું છે).
  • શ્રી ગુરુદત્તાત્રેય મંદિર
: સીમરના સમુદ્રમાં વચ્ચે આઇલેંડ પથ્થર-ભેંસલા ઉપર શ્રી ગુરુદત્તાત્રેય મંદિરનું પુન:નિર્માણ. (શ્રી જ્ઞાન ધામ)