।। ૐ ।।

।। શ્રી સદગુરુ પરમાત્મને નમ: ।।

શ્રી જગજીવન બાપુ સેવાશ્રમ જ્ઞાનમંદિર, સીમરધામ (ગુજરાત)

આ...ચ...મ...ન

“બધાજ અનર્થોની નિવૃતિ”  અને  “પરમાનંદની પ્રાપ્તિ”  એ સત્સંગનું મુખ્ય ધ્યેય છે.

“અદ્વૈત બોધ (નિત્ય પ્રાપ્ત) ની પ્રાપ્તિ” એ સત્સંગનું ફળ છે.

આ સત્સંગ મનુષ્ય જીવનનો પ્રાણ છે. “જીવન મળ્યું છે પ્રભુ મેળવવા”

ભારતીય સંસ્કૃતિનું આ સૌથી વિશેષ અને અનુપમ એવું મહત્ત્વનું પાસું છે. આ અમુલ્ય અને અદ્વિતિય સંસ્કૃતિનાં મૂળ વેદોમાં રહેલાં છે. વેદો સર્વ શક્તિમાન, સર્વજ્ઞ, સર્વ વ્યાપકમ પરબ્રહ્મ પરમાત્માએ રચેલા છે. આમ પરમાત્માકૃત આ વેદો અનાદિ તેમજ અવિનાશિ છે.

સૃષ્ટિની ઉત્પતિ સમયે આ વેદો પરમાત્માએ બ્રહ્માને કહ્યાં. બ્રહ્માંથી તે પરંપરા ઉત્તરોત્તર મનુ, દેવર્ષિ નારદ, અસિત, દેવલ આદિ, દ્વારા આગળ ચાલતી રહી. યાજ્ઞવલ્કય આદિ પ્રભાવશાળી ઋષિઓ વેદાંતના મહાન આચાર્યો મનાયા. મુની વશિષ્ટજી, વેદવ્યાસજી, આદિ કવિ વાલ્મિકીજી, વિગેરેએ આ પરંપરાને ધર્મ શાસ્ત્રોમાં કંડારી.

આમ ઘણાજ પ્રાચીન કાળથી આ પરંપરા અસ્તિત્વમાં રહી છે. આજ સુધી ભુસાણી નહીં. કારણકે એ અવિનાશી છે. તેથી ભુસી શકાય તેમ નથી.ભારતવર્ષમાં સર્વત્ર આજ સુધીમાં અનેક તત્વજ્ઞાની પુરૂષો, યોગીઓ, તપસ્વીઓ, ઋષિમુનીઓ, વિદ્વાનો આપણને પ્રાપ્ત થયાં છે અને પ્રાચીન પરંપરાની આ સનાતન જ્યોત ઝળહળતી રહી છે.

વચ્ચે અલ્પ સમય દરમિયાન અમુક નાસ્તિક મતોએ અંધકાર ફેલાવ્યો અને તે લોકો ભારતીય સંસ્કૃતિના પવિત્ર કાર્યોની હાંસી કરવા લાગ્યા હતા. જેમ કે ગંગા સ્નાન, યજ્ઞાદિ, તીર્થ યાત્રા, પૂજા પાઠ વગેરેની ટીકાઓ થવા લાગી. પરંતુ આવી અવળી સમજની મુદત કેટલી? પાણીમાંના પરપોટા જેટલી.. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભગવાનશ્રી શંકરજીના અવતાર સમા જગદગુરુ આદ્ય શંકરાચાર્યજી મહારાજનો આવિર્ભાવ થયો. અને કિશોર અવસ્થામાં સર્વ શાસ્ત્ર નિપૂણપણાનો અનુભવ જગતને કરાવ્યો. સૂત્ર ભાષ્ય, તેમજ અન્ય ભાષ્યો રચી, તપસ્યા કરી. પોતાનો પ્રભાવ સર્વત્ર ફેલાવ્યો. સૂર્ય જેમ અંધકારને વિદાય આપે તેમ તેમણે શાસ્ત્રાર્થ અને તપસ્યા દ્વારા નાસ્તિક મતના સમર્થક મંડનિમશ્રનો પરાજય કરીને નાસ્તિક મતને વિદાય આપી. અને ફરીથી વૈદિક પરંપરા અનુસાર ધાર્મિક કાર્યકમો તેમજ ઇશ્વર ભક્તિ લોકો શ્રધ્ધાથી કરવા લાગ્યા.

ત્યાર પછીથી મહારાષ્ટ્રમાં સંત શ્રી જ્ઞાનેશ્વર મહારાજ, સંતશ્રી તુકારામ, સંતશ્રી એકનાથ મહારાજ, રાજસ્થાનમાં મેવાડના કૃષ્ણભક્ત મહારાણી મીરાબાઇ, જુનાગઢના પરમ વૈષ્ણવ ભક્તશ્રી નરિસંહ મહેતા, બંગાળમાં સ્વામિશ્રી રામકૃષ્ણ પરમહંસ જેવી અનેક તેજસ્વી અને પ્રભાવશાળી વિભૂતિઓ ભારત ભરમાં લગાતાર પ્રાપ્ત થતી રહી અને અદ્વૈત બૌદ્યની પ્રાચીન વૈદિક પરંપરાની જ્યોત પ્રજવલીત રાખી.

આપણી સૌરાષ્ટ્ર અને કચ્છની પાવન થયેલી ભૂમી પર નજર કરીએ તો ગામે ગામે સંતો ભક્તોએ જન્મ લઇને અલખ જગાવ્યો છે. એ યોગ્ય જ કહ્યું છે કે, સંતભૂમિ સૌરાષ્ટ્રની. આપણી ધરતીપર આત્મ તત્વના ભજનોની માધુરી કાયમ માટે મહેતી કરી તેને સનાતન ભક્તિથી રસાળ બનાવી. અનેક વિભૂતિઓના નામોનો ઉલ્લેખ કરતા પાર ન આવે.

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાથી આપણા અને આપણા વિસ્તારના સહુનાં સદભાગ્યે આપણને ક્યારે પણ ન ભૂલી શકાય એવી અજોડ વિભૂતિ પ્રાપ્ત થઇ. એ આપણા ઉધ્ધારક, તારક, કરૂણા વત્સલ પ્રભુ ના આપણે સદાય ઋણી બની ગયાં.

“ ન સમજાયું પ્રભુ પોતે માનવ રૂપે પધાર્યાતા “

આમ આવા આપણા પ્રભુને આપણે તેમજ અન્ય સહુએ પૂજ્યશ્રી જગજીવન બાપુના નામથી હ્ય્દયંગમ કર્યા. તત્ત્વજ્ઞાની, મહાન પરોપકારી, મહાનયોગી, પરિવ્રાજક અને બ્રહ્મિનષ્ઠ એવા આ જ્ઞાની ગુરુએ સહુનાં કલ્યાણ અર્થે તેમની પોતાની જન્મભૂમિ સીમરધામ (ઉના-જુનાગઢ) માં પવિત્ર મોક્ષધામ રૂપી જ્ઞાનમંદિરની સ્થાપનાં કરી. તેમનાં અમૂલ્ય વારસાની સર્વશ્રેષ્ઠ ભેટ આપણને આપી.

અમૃત તણી પરબો માંડી ને અમર સૌને બનાવે રે...............

ભાવ વિનાશી કાઢી નાખી અવિનાશિ ભાવ જગાડે રે............

સંસારની નાશવંત વસ્તુનો મોહ ઓછો કરીને, પ્રભુ ભક્તિ હ્ય્દય તરબોળ બને એવા ચેતનધામની આપણને એ દયાળુ પ્રભુએ કૃપાકરી ને કૃપાપ્રસાદી આપી. વાદળથી ઢંકાયેલ સૂર્ય, ધુમાડાથી ઢંકાયેલ અગ્નિ અને ઓરથી ઢંકાયેલ ગર્ભ જેમ તુરતમાંજ ખુલ્લા થાય છે. તેમ અજ્ઞાનથી ઢંકાયેલ જ્ઞાનપણ વિરલ વિભૂતિઓના પધારવાથી ખુલ્લુ થઇ જાય છે.

“ આપની હાજરી અંધારૂ નહિ એવો પૂર્ણ વિશ્વાસ રે “

બ્રહ્મદર્શી ગુરુ મળીયા રે હ્ય્દયમાં ભાવતા,

જેણે બનાવ્યા દેહ છતાં રે વિદેહ જો,

હું ને મારૂં શમી ગઇ મનની માન્યતા,

ગુરુ એ કહ્યું તું પુરણ બ્રહ્મ પરમાત્મા,

તે મારગમાં કર્યો મે પ્રવેશ જો.

આપે અદ્વૈત જ્ઞાન પ્રકાશ, એવા ગુરુની કરો સૌ આશ.

મળે બ્રહ્મજ્ઞાનીશ્રી ગુરુદેવ, તેમની કરજો નિશિદન સેવ.

સદગુરુ અદભૂત શક્તિ દાતા, તેમનાં રંગમાં બનજો રાતા.

ચડશે દિલને સાચો રંગ, તેનો માયા ન કરશે ભંગ.

સાચી ભક્તિનો માર્ગ બતાવે, પ્રભુનાં દર્શન જરુ૨ કરાવે.

ગુરૂજી આવ્યા છે જ્ઞાન વાળા રે હ્ય્દયોનાં તાળા ખોલવા,

હઠાવે મનના બાંધેલ ઝાળા રે, હ્ય્દયોનાં તાળા ખોલવા.

“ગુરુવિના જ્ઞાન નહિ, જ્ઞાન વિના મોક્ષ નહિ. “

સત્વગુણ દ્વારા ગુરુ કૃપાથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્યારે રજોગુણ, તમોગુણ મનુષ્યને નીચેની તરફ ઘસડી જનારા છે.

સત્વાત્ સંજાયતે જ્ઞાનમ્ ।।

“ એ ન્યાયે સત્વગુણ પ્રધાન, પવિત્ર, વૈદિક આચાર વિચાર સંપન્ન, જ્ઞાન અને ભક્તિના પ્રવાહને, ભગીરથ દ્વારા ગંગાની જેમ, આપણા માટે વહેવડાવ્યો. ” વિકમ સંવત ૨૦૧૮ વૈશાખ સુદી ૧૨ના સીમરની પવિત્ર ધરતી પર એ ઉત્તમ પ્રભાત થયું અને જ્ઞાનમંદિરની શુભ સ્થાપના અનેક સંતો, ભક્તોની હાજરીમાં, યજ્ઞાદિ કરીને ભાવભીનાં વાતાવરણમાં થઇ.

પ્રભાત થાય અને સામાન્ય રીતે સૌના જાગવાનો સમય આગળ પાછળ (વહેલા-મોડો) થતો જોવામાં આવે છે. તેમ હાલની કેટલીક ભીન્ન ભીન્ન વિચારધારાના પ્રવાહમાં રહેતા લોકોને થોડું આગળ પાછળ સમજાતું ગયું.

સામાજીક રીતે સાધારણ ગણાતા છતાં ભક્તિ ભાવમાં તરબોળ રહેતા એવા સદ્ભાગી ભક્તોએ પરમશ્રધ્ધાથી, પૂજ્ય બાપુના દિવ્ય, ભવ્ય અને સેવ્ય એવા આ કાર્યને શરૂઆતથી જ હ્ય્દયંગમ કરી ઉમંગભેર જીલી / વધાવી લીધું.

જ્ઞાનમંદિરના સેવા અને સતસંગના નિર્ધારીત કાર્યકમોને જીવનમાં અપનાવી લીધા. ભક્તોના આ કાર્યકમના ગુણ અને પ્રભાવ દિનપ્રિતિદન પ્રસરતા ગયા.