ગ્રામિણ બાળકોને બોલાવી સારી આદતો શીખવવામાં આવે છે. દુર્ગુણ છોડવા સમજાવવામાં આવે છે. વખતો વખત બાળકોને ભેગા કરી બટુક ભોજન વિનામુલ્યે પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

બાળ અવસ્થા ઘડતર માટેની હોય છે. નાના બાળકો સમજુ હોય છે પણ ગેરમાર્ગે દોરાઇ જાય છે. પોતાની સમજવાની શક્તિ ઓછી હોય એટલે ક્ષણિક આનંદ માટે ખોટી આદતોમાં કુસંગને કારણે અથવા બીજાની ખરાબ આદતોનું અનુકરણ કરી ફસાઇ જાય છે. એમને ખ્યાલ નથી એ શું ભૂલ કરી રહ્યા છે. આ કુસંગ આગળ જીંદગીમાં મોટું નુકશાન કરી શકે છે. તે એમને સમજાવવામાં આવે છે. બાળકો તરત સમજી પણ જાય છે પરંતુ આ પ્રકારના માર્ગદર્શન એમને એ ઉમરે ખાસ જરૂરી હોય છે. આશ્રમ એ માટે બને એટલી યોગ્ય વ્યવસ્થા કરે છે. માબાપો પોતાની રોજીંદી જીંદગીમાં ખોવાયેલા હોય છે. રોજગારી મેળવવા, પૈસા કમાવા ઘરનાં બધા માટે જાત જાતની વ્યવસ્થા કરવામાં એ ધ્યાન નથી આપી શકતા. આવા સમયે આશ્રમ છોકરાઓની મદદે આવે છે અને તેઓમાં સારા સંસ્કાર સીંચે છે. આ ખુબ જ અગત્યની અવસ્થા છે છોકરાઓની. છોકરાં જ દેશનું ભવિષ્ય છે, આ માટે ઘટતું બધું જ આશ્રમ કરે છે.