આશ્રમ દ્વારા ચિકત્સા કરી વિનામુલ્યે દર્દીઓને આયુર્વેદિક દવા આપવામાં આવે છે. દરેકને તેમનાં રોગના નિદાન કરી જે માફક આવતી હોય તે દવા, કાઢો કેમ લેવો તે સમજાવવામાં આવે છે. ઘણાંને આ ઔષિધઓથી ખુબ ફાયદો જણાયેલ છે.આયુર્વેદિક દવા આપવામાં આવે છે જેથી તેની કોઇ ખરાબ અસર તો હોતી જ નથી. સદગુરુ શ્રી જગજીવનબાપુનું આયુર્વેદ વિશેનું જ્ઞાન તો સીમર અને આજુ બાજુનાં ગામડાઓમાં ખુબ જાણીતું હતું. મુંબઇ અને બીજા શહેરોમાં રહેતા ભક્તો પણ તેનો લાભ લેતા. ઉમરગામ અને બોરલીની આજુબાજુના ઘણાં ગામનાં લોકો પૂ.બાપુની હયાતિમાં બાપુ પાસે પોતાના રોગની દવા લેવા આવતા. તેઓની દવાઓ એ ઘણાંને ખુબ લાભ આપેલો. અમુક રોગોમાં તો જ્યારે ડોકટરો કંઇ જ ન કરી શકેલા ત્યારે બાપુની દવાથી દરદીઓ સારા થયા હતા. એમણે જે પ્રવૃતિ વરસો સુધી દર્દીઓને સારા કરવા માટે કરી હતી તે આશ્રમએ આજે પણ ચાલુ રાખી છે.

બાપુનાં સિધ્ધાંતો પ્રમાણે આ દેશી ઔષધો માટે કોઇ પણ મુલ્ય કે પૈસા લેવામાં નથી આવતા. પૈસાથી દવા ન થાય, વિદ્યા ચાલી જાય એમ બાપુ માનતા અને એથી આશ્રમ કોઇ પણ વખત પૈસા લેતી નથી. વિનામુલ્યે ચિકત્સા અને દવા માટે સંસ્થા જાણીતી છે. બાપુ માટે તો દર્દી ભગવાન હતા.ચિકિત્સા માટે દર્દીઓને રહેવું પડે તો તે પણ વિનામુલ્યે દર્દી માટે આશ્રમ રહેવા જમવા માટે વ્યવસ્થા કરી આપે છે. આશ્રમમાં રહેવા માટે ઘણી વ્યવસ્થા છે અને ભોજનની વ્યવસ્થાતો દરેક માટે હંમેશા રાખેલી જ હોય છે.