ગામનાં સરોવર કિનારે આશ્રમે વિશાળ ઘાટ બનાવી આપેલ છે. આ ઘાટનો ઉપયોગ ગામ લોકો નહાવા ધોવા માટે કરી શકે છે.આ ખુબ અગત્યનું કામ ગ્રામ જનો માટે છે. વ્યવિસ્થત ઘાટ હોવાથી ગ્રામજનો તેનો બરાબર ઉપયોગ કરી શકે છે. અને ચોખ્ખાઇ પણ જળવાઇ છે.

આગળ આશ્રમની ઇચ્છા છે કે ત્યાં અમુક ભાગ ફક્ત પિતૃ તર્પણ વિધિ માટે બનાવી આપવા. ભક્તો આ વ્યવસ્થાનો પણ વિનામુલ્યે લાભ લઇ શકશે.

વ્યવિસ્થત ઘાટને લીધે સરોવરની અને ગામની શોભા વધે છે અને ચોખ્ખાઇ જળવાઇ શકે છે. પાણીનો પણ ઓછો બગાડ થઇ શકે છે. ગામનું તળાવ વિશાળ છે. ઘાટને લીધે પાણીનો બગાડ ન થાય પાણી આમતેમ વહી ન જાય અને ગરમીનાં દિવસોમાં જ્યારે ઘણાં વિસ્તારમાં પાણી નથી મળતું ત્યારે પણ અહીં લોકોને પાણી નહાવા, ધોવા મળી રહે છે. આ ઘણું જ ઉપયોગી કાર્યછે. ગ્રામિણ જનતા આનો સારી રીતે લાભ મેળવી રહી છે.