વૃક્ષોનું મહત્ત્વ પર્યાવરણની સમતુલા જાળવવા ખુબ ઉપયોગી છે. મોટા ભાગના ઔષિધય અને બીજાં ઘણા માનવ સમાજને ઉપયોગી વૃક્ષોનું એક મોટું ઉપવન આશ્રમએ તૈયાર કરેલું છે. આ ઉપવનમાં ઘણાં ઔષિધય વૃક્ષો છે. અત્યારનાં વખતમાં આ પ્રકારનાં બહુજ ઓછા વૃક્ષો બીજે જોવા મળે છે. એ ખુબ જ અમુલ્ય છે. લોકોનાં ઉપયોગમાં આવે તે હેતુથી આ ઉપવન તૈયાર કરેલ છે. આશ્રમને તો આયુર્વેદિક ઔષધ બનાવવા ખુબ જ કામ આવે છે.દર્દીઓની દવા એમાંથી બને છે. તે ઉપરાંત એ ઉપવન ખુબ મોટું છે તેથી શાંત જંગલ જેવા વાતાવરણ કોઇ સંતોને રહેવુ હોય તો તે માટેની વ્યવસ્થા પણ ત્યાં રાખી છે. સંતો ત્યાં પોતાનાં ધ્યાંનમાં આરામથી કોઇ જાતના અવરોધ વગર રહી શકે છે. તેમનાં જમવાં, રહેવાં અને બીજા નિત્યકર્મો માટે ત્યાં વ્યવસ્થા રાખેલ છે.તેમને ત્યાં જમવાનું પહોચાડવા માટે વ્યવસ્થા આશ્રમે રાખેલ છે. આ ઉપવન સીમર ગામમાં છે. બહુજ અમુલ્ય અને અલભ્ય વૃક્ષો ત્યાં છે. વૃક્ષો ઉગાડવાનું મોટું અભિયાન ખુદ સરકાર અને બીજી ઘણી સંસ્થાઓ કરી રહેલ છે. તેથી આ એક સમાજ ઉપયોગી કાર્ય આશ્રમએ ઘણાં વખતથી શરૂ કરેલ છે.