યોગ્યતા અનુસાર નિરાધાર વ્યક્તિઓ માટે આશ્રમ વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા કરે છે. સંસારમાં એવાં ઘણા છે જે બીજા પાસેમાંગી નથી શકતા. આજે એમની સ્થિત સારી નથી પણ એક સમયે તેઓ બીજાને મદદ કરતા હતા. આજે એમને જરૂર છે પણ ક્ષોભને લીધે માંગતા નથી. આવી યોગ્ય વ્યક્તિઓ માટે સંસ્થા વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા કરે છે.

આમ પણ સંસ્થાની મુલાકાતે આવનાર વ્યક્તિઓને અને સંસ્થામાં રહેતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થાતો વિના મુલ્યે હોય જ છે. ગુરુ જયંતિ, ગુરુ નિર્વાણ દિન, દરેક મહિનામાં આવતી શુકલ પક્ષની છઠ્ઠ વખતે તો ઘણાં સત્સંગીઓ ભજનમાટે ભેગા થતાં જ હોય છે. તે વખતે ભોજન તો દરેકને પ્રસાદ રૂપે વિનામુલ્યે આપવાની વ્યવસ્થા હોય જ છે. ગમે તે સમયે આવેલ વ્યિકતઓ માટે રહેવા, જમવા, નાસ્તાની વ્યવસ્થાતો રાખી છે. સાર્વજનિક હિત ધરાવતા આ આશ્રમાં દરેક વ્યક્તિ આવી શકે છે.