અતિવૃ્ષ્ટિ, ભૂકંપ, આગ લાગવી ઇત્યાદી આફત સમયે અસરકર્તા લોકોને આશ્રમ વિનામુલ્યે વહેલા માં વહેલી તકે બને એટલી મદદ પહોચાડે છે. ખાસ કરીને ભોજન અન ઔષધ પહોંચાડવા માટે તત્કાલ વ્યવસ્થા કરે છે. જરૂરિયાત મંદોને આ બે વસ્તુ સૌથી પહેલાં જરૂરી હોય છે. સંસ્થા સાથે જોડાયેલ સત્સંગીઓ આશ્રમની વ્યવસ્થા મુજબ અને નક્કી થાય તે પ્રમાણે બધે પહોંચી વળવાની કોશિશ કરે છે અને મદદ પહોંચાડે છે. રાહત કાર્ય જેટલું જલ્દી પહોંચે એટલું અગત્યનું હોય છે. આશ્રમ આ બાબતમાં હંમેશા તૈયાર રહે છે અને બને એટલી વ્યવસ્થા તરત કરવા માંડે છે.