ગ્રામિણ બાળકોને હાર્મોનિયમ, તબલાં, મંજીરા તથા રામસાગર વિગેરે સાધનો સાથે સારા ઉત્તમ ગીતો શીખવવામાં આવે છે. સારા ગીતો અને સારાં ભજનો શીખેલા બાળકો ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃતિમાં લીન થઇ સંસાર સાગર સારી રીતે જીવી શકે છે. તલ્લીન થઇ સારું ભજન ગાવાથી બાળક ભગવાનની વધુ નજીક જઇ શકે છે. સંગીતના બધાં સાધનો સંસ્થાએ રાખેલ છે. વિનામુલ્યે બાળકોને સારા ગીત ભજન શીખવાડવામાં આવે છે. એ ફક્ત બાળકોને નહીં પણ ગામના બીજા લોકો ને પણ જુદા જુદા પ્રસંગે કામ આવે છે.

આ પ્રકારે તૈયાર થયેલા બાળકોને લઇ સંસ્થા અવાર નવાર આજુ બાજુના ગામડાઓમાં પ્રવાસ કરે છે. અને બીજા બાળકોને સારા ગીતો અને ભજનો સાંભળવાનો મોકો મળે છે. આ રીતે સંગીત શીખવવામાં સંસ્થા સંગીતશાળા વિનામુલ્યે ચલાવે છે. બાળપણથી સીંચેલા આ સંસ્કાર ફક્ત બાળકને જ નહીં પરંતુ પુરા સમાજને ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી થાય છે.બાળપણ ખરેખર જીવનના ઘડતરનો પાયો છે. આશ્રમ આ સમજીને બાળકોને તૈયાર કરે છે. બાળકો જ દેશનું ભવિષ્ય છે તે ખરેખર આ રીતે આ પ્રવૃતિથી સાર્થક થાય છે.