દેશમાં સાત્વિક વાતાવરણની જરૂર પડે છે. સંસ્કારની વૃધ્ધિ થાય તે જરૂરી છે. આ માટે આશ્રમ સંસ્કારી પાત્રો કે જે વિદ્વાન હોય, આચાર્ય કે સાધક હોય અને તેઓના અનુભવથી જ્ઞાનનું પ્રસારણ થાય તેઓને સંસ્થામાં રહેવા અને ભોજનની વિનામુલ્યે વ્યવસ્થા કરી આપે છે. તેમને આદરથી રાખે છે. આમ કરવાથી તેમનું માર્ગદર્શન જનતાને મળે. જનતાને સારા સંસ્કાર પ્રાપ્ત થાય અને યોગ્ય માર્ગદર્શન મળે. એ સંસ્થાનું ધ્યેય છે.