સંસ્કૃત દુનિયાની સૌથી પ્રાચીન ભાષા છે. સંસ્કૃત ભાષામાંથી બીજી બધી ભાષા બનેલી છે. બધી જ ભાષાનો પાયો સંસ્કૃત ભાષામાં છે. આથી સંસ્થા સંસ્કૃત ભાષાનાં શિક્ષણ માટે વિશેષ ધ્યાન આપે છે. સંસ્કૃત ભાષાનું પ્રસારણ વધારવું દેશમાટે અનીવાર્ય છે. સંસ્કૃતનું વ્યાકરણ શીખવા માટે આ વિદ્યાલય ચલાવવામાં આવે છે. વ્યાકરણ દરેક ભાષાનો પાયો છે અને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ ખુબ જ ઉચ્ચ કક્ષાનું છે. બીજી ઘણી ભાષાનું ઉદભવ સ્થાન સંસ્કૃત છે અને તેમાં પણ વ્યાકરણ અગત્યનું છે. સંસ્કૃત વ્યાકરણ શીખીને જ સાહિત્યાચાર્ય, વેદાંતાચાર્ય, દર્શનાચાર્ય કે ધર્માચાર્ય બને છે. સાધુ સંતો વચ્ચે કોઇ ચર્ચા કે પ્રશ્નનો ઉકેલ ન  મળે તો તેનો નિવેડો ધર્માચાર્ય કરે છે, અને જો ધર્માચાર્યથી પણ ઉકેલ ના આવે તો શ્રી જગદગુરુથી જ પ્રશ્ન હલ થાય છે.

કોઇ પણ સંસ્કૃત ગ્રંથનુ અનુવાદ કરવું હોય તો તેના માટે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ ખુબ જ જરૂરી છે અને તેના થી જ કોઇ પણ બીજી ભાષામાં તેનું ભાષાંતર ખુબ જ સહેલાઇ થી કરી શકાય છે.

જેમ આ શરીરમાં આંખ, નાક, હાથ, પગ વગેરે અગત્યનાં અવયવ છે, પણ જો શરીરમાં પ્રાણ જ ન હોય તો આખું શરીર નકામું થઇ જાય છે. તેમ ભાષાનું પણ તેજ પ્રમાણે છે જો તેમાં વ્યાકરણ જ ન હોય તો આખી ભાષા અર્થહીન લાગે છે.

સંસ્કૃત ભાષાનું વ્યાકરણ જ્યારથી ભાષા વપરાય છે ત્યારથી કોઇ વખત બદલાયું નથી. શરૂથી જ આ ભાષાનો પાયો એટલો બધો મજબુત હતો કે બીજી બધી ભાષામાં ઘણાં ફરક આવ્યાં પણ સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં કોઇ ફરક નથી થયો. સંસ્કૃત ભાષામાં લખાયેલા વેદો, ઉપિનષદો અને પુરાણો હિન્દુ ધર્મનાં પાયામાં છે. વાક્યોની અને કાવ્યોની રચના એટલી બધી સરસ અને બંધ બેસતી છે કે એમાં કોઇ ફરક કરવાની જરૂર નથી પડતી. એક જ વાક્યમાં શબ્દોને જેમ ગોઠવવા હોય તેમ ગોઠવી શકાય છે. સંસ્કૃત વ્યાકરણ પર ભાર આપવાનું કારણ એ છે કે હિન્દુ શાસ્ત્રોનાં બધા જ ગ્રંથો વેદો, ઉપિનષદો, પુરાણ, ભગવદ્ગીતા, રામાયણ, મહાભારત કે કાલિદાસની ચોપડીઓ બધુંજ સંસ્કૃતમાં લખાયેલું હતું. ભાષાંતર વાંચી અને અભ્યાસ કરવા કરતા મૂળ ભાષામાં વાંચવાથી જે જ્ઞાન મળે તે વધારે અગત્યનું છે અને જરૂરી છે. એથી જે વિદ્યાર્થી આશ્રમમાંથી તૈયાર થાય તેને આગળ મજબૂત પાયો સંસ્કૃત ભાષાનો મળે તો વધુ સારી રીતે બીજાઓ ને સમજાવી શકે. સારા આચાર્ય બની શકે. ભારતની ઘણી બધી ભાષાઓ જેવી કે ગુજરાતી, મરાઠી, હિન્દી, ભોજપુરી, પંજાબી અને એવી બીજી ભાષાઓ મૂળ સંસ્કૃતમાંથી અપભ્રંશ થઇને આવેલી છે, મૂળમાં તો સંસ્કૃત જ છે.

આશ્રમમાં વિનામુલ્યે સંસ્કૃત ભાષા શીખવવામાં આવે છે. સંસ્કૃત વિદ્યાલયમાં પ્રથમા, મધ્યમાં, શાસ્ત્રનો અભ્યાસ કમ કરે છે.આશ્રમમાં સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટે શ્રેષ્ઠ વ્યાકરાચાર્યોની નિમણુક કરવામા આવી છે.વિદ્યાર્થીનો તમામ ખર્ચ આશ્રમ ભોગવે છે. વિદ્યાર્થીઓનો રહેવાનો ભોજનનો અન્ય માસિક ખર્ચો તે ઉપરાંત તેમના ઘરેથી લાવવા અને પાછા મોકલવાનો ખર્ચો આશ્રમ ભોગવે છે. વિદ્યાર્થીનાં કપડા લત્તાનો ખર્ચ આશ્રમ ભોગવે છે. ભાષાનો પાયો છે તેથી તે શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓ એ કોઇ પ્રકારનો ખર્ચો ભોગવવો પડતો નથી. આ અભ્યાસ માટે કાશી વિદ્યાપીઠ સાથે સંસ્થાનું જોડાણ (Affilliation) છે.