સમયે સમયે સામુહિક પ્રવાસનું આયોજન આશ્રમ, જનતા અને સત્સંગીઓના લાભાર્થે કરે છે. જ્યાં આ પ્રકારનાં પ્રવાસ યોજાય છે, તે સ્થળનું પુરાણોમાં ઘણું મહત્ત્વ હોય તેવા સ્થળો પર પારાયણ રાખવામાં આવેલ હતી. જુદી જુદી પારાયણો વિશે વધુ વિગતોબીજે આપેલ છે. ત્યાંથી ઘણી અગત્યની અને એ સ્થાનની અગત્યતા વિશે વિગત મળી શકશે. હનુમંતેશ્વર, નૈમિષારણ્ય, ગોકર્ણ, કુરૂક્ષેત્રે,કાલેશ્વર - વારાંગલ, મથુરા - વૃંદાવન, હરીદ્વાર, હનુમાન ગાળા (સાસણ ગિર જંગલ) વગેરે સ્થળો જે પુરાણ કથાઓમાં આવતા અગત્યનાં સ્થાનો છે. ઘણી અગત્યની પૌરાણીક વાતો તેની સાથે સંકળાયેલી છે. એ સ્થાનનું ખુબ જ મહત્ત્વ છે. ત્યાં ભજન પારાયણ રાખવાથી ભક્તો ખુબ જ શાંતી અનુભવે છે.

જો જંગલો હોય તો ત્યાં તંબુ બાંધીને રહેવાની વ્યવસ્થા જે સત્સંગીઓ આવ્યા હોય તેને માટે કરવામાં આવે છે. ભોજનની પણ વ્યવસ્થા દરેક માટે કરવામાં આવે છે. રહેવા જમવાની આ વ્યવસ્થા વિનામુલ્યે રાખવામાં આવે છે. લગભગ કાયમ ૨૫૦૦ જેટલાં સત્સંગીઓ ભેગા થાય છે. જે ગામ નજીક કરવામાં આવે ત્યાંના લોકો પણ ભેગા થતા હોય છે. ભજન સાંભળી તૃપ્ત થાય છે અને શાંતિ અનુભવે છે.

આજનાં ભાગદોડનાં જમાનામાં મોંઘવારીના જમાનામાં અને જ્યાં સંસારમાં અને ધંધામાં જાતજાતની મુશ્કેલીઓ પેદા થાય છે, ત્યાં આ પ્રકારના સાંસ્કૃતિક પ્રવાસોથી લોકોને એક ખુબજ અગત્યની શાંતિ મળે છે. ત્યાં ભજન અને ભોજન સિવાયની કોઇ ઉપાધિ નથી હોતી એટલે લોકો ભજનમાં એકલીન થઇ ફરી જીવનમાં સારી રીતે જીવવા લાગે છે.