ગ્રામિણ જનતાને ઉપયોગી થાય એવા પુસ્તકોની વિના મુલ્યે વાંચવાની વ્યવસ્થા પુસ્તકાલયમાં રાખી છે. બાપુ જ્ઞાનને ખુબ જ મહત્ત્વ આપતા હતા. આપણા ગામડાઓમાં હજી ઘણાં ગરીબ લોકો છે. તેઓ થોડું ઘણું વાંચી શકતા હોય છે, પણ તેમની પાસે પુસ્તકો ખરીદવા પૈસા નથી. આથી આવાં લોકો પોતાનાં જ્ઞાનમાં વધારો કરી શકે માટે તેઓ વાંચી શકે અને શાંત વાતાવરણમાં વાંચી શકે તે માટે પુસ્તકો પુસ્તકાલયમાં રાખેલ છે. ઘણાં લોકો સમજુ હોય છે પરંતુ વાંચનના અભાવે તેમનું જ્ઞાન સિમિત રહી જાય છે. આવા લોકો વાંચનથી જ્ઞાન મેળવી જીવનમાં આગળ આવી શકે અને સમાજમાં જાગૃતતા લાવી શકે. ગુરૂ વિના જ્ઞાન નહીં અને જ્ઞાન વિના મોક્ષ નહીં. આ સિધ્ધાંતો બાપુનો ખરેખર ખુબ ઉપયોગી છે. જ્ઞાની માણસ ઘણાં બધાં સામાજીક, આધ્યાત્મિક સવાલો કે મુંજવણોનો હલ લાવી શકે. મેળવેલું જ્ઞાન કોઇ લઇ જઇ શકતું નથી, કોઇ ચોરી શકતું નથી. વેદ ઉપિનષદો, ભાગવત ગીતા ઉપરાંત આયુર્વેદિક જાણકારી માટેના અને જીવનમાં ઉપયોગી ધાર્મિક પુસ્તકો, ભજનોનાં પુસ્તકો વગેરે જીવનમાં ઘણાં ઉપયોગી છે. મનની શાંતિ માટે ખુબ જ જરૂરી પુસ્તકો મનુષ્યોનાં ખરા સાથી છે.