શ્રી કૃષ્ણ ગૌશાળા :
6ગૌમાતા આધ્યાત્મિક, વૈજ્ઞાનિક, આર્થિક તથા અનેક રીતે સૃષ્ટિ માટે પરમહિતકારી છે. ગૌશાળા ની અતિ આવશ્યક પ્રવૃતિ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવી છે. ગીર ઓલાદની શ્રેષ્ઠ ગાયો સંસ્થામાં રાખેલ છે. આમ ગાયો રાખીને નીચેના કાર્યો કરવામાં આવે છે.

 1. ગૌ - સંવર્ધન - વધુને વધુ ગાયો પેદા થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે.
 2. સુધારેલી ઔલાદના નંદિ તૈયાર કરી ગ્રામપંચાયતોને વિનામુલ્યે આપવામાં આવે છે જેથી જુદા જુદા ગામોમાં વધુ ગાયો પેદા થઇ શકે.
 3. સમાજ ઉપયોગી સંસ્થાઓ ને વિનામુલ્યે ગાયો આપવામાં આવે છે. જેથી કરીને વધુ ને વધુ ગાયોને ઉછેરવામાં લોકો રસ લે.
 4. દુષ્કાળના વર્ષમાં જ્યારે પાણી અને ખોરાકની અછત હોય છે ત્યારે જુદી જુદી જગ્યાએ કેટલ કેમ્પ ખોલવામાં સંસ્થા રસ લે છે. ગાયોને સાચવે છે અને પાળે છે. લોકો પોતાની ગાયો સંસ્થાને સોંપે છે. સંસ્થા તેને પોષે છે અને દુષ્કાળ પતી જાય પછી માલિકોને પરત કરે છે.
 5. પશુઓના વિનામુલ્યે પશુનિદાન કરવામાં આવે છે. અને તેને માટે સારવાર કેન્દ્રો ખોલવામાં આવે છે. લોકો પોતાના પશુઓ માટે સંસ્થા પાસે આવે છે, નિદાન કરાવી સારવાર કરાવે છે. સંસ્થા આ રીતે પશુઓની રક્ષા કરવામાં ખુબ મદદ કરે છે.
 6. નિરાધાર ગાયોને માટે સંસ્થા વ્યવસ્થા કરે છે. તેમને ખોરાક, પાણી દવા આપી પોષે છે અને આ રીતે કતલખાને જતી અટકાવે છે. એનાં જાતજાતનાં ઉપયોગો થઇ શકે છે એવુ લોકોને સમજમાં આવે એવા ઘણાં કાર્યો હાથ ધરે છે.લોકોને  સમજણ આવે તેના માટે જેટલી વ્યવસ્થા કરવી પડે તે કરે છે.

ભારતમાં પરાપૂર્વથી ગાય પૂજાય છે. ગૌમાતા કામધેનુ છે. આપણને દૂધ આપે છે. વિશ્વમાં ૬૯ કરોડ ટન દૂધ થાય છે, તેમાં ૧૧ કરોડ ટન દૂધ ભારતમાં થાય છે. વિશ્વના કુલ પશુઓના ૪૮ ટકા દૂધાળા પશુ ભારતમાં છે. ગાયનાં દુધમાંથી દહીં, છાશ, માખણ, ઘી  થાય છે. આ બધી જ વસ્તુઓ ખોરાક તરીકે કામ આવે છે. ગૌમુત્ર દવા તરીકે કામ આવે છે. ગોબરમાંથી ગોબર ગેસ પ્લાન્ટ થઇ શકે જેનાથી રાંધણ ગેસ અને લાઇટો ચલાવી શકાય. જો મોટાપાયે ગોબર પ્લાન્ટ નાખવામાં આવે તો તેમાંથી જે ગેસ પેદા થાય તેનાથી વાહનો ચલાવી શકાય. પરંતુ ગાયનું ગોબર મિથેન ગેસનું વમન કરે છે અને તે પર્યાવરણ માટે કાર્બન ડાયોક્સાઇડ થી પણ વધુ જોખમી છે તેથી ગાયનો નાશ કરવો જોઇએ એમ પશ્ચિમનાં રાષ્ટ્રો કહે છે. ગાય કરતાં વાહનો વધુ હાનીકારક છે, ઔદ્યોગિક વિકાસ વધુ હાનીકારક છે પર્યાવરણ માટે,તે વિશે તેઓ કંઇ બોલતાં નથી. વાહનો ઓછા પેદા કરવા તે ધ્યાનમાં નથી લેવુ પણ ગૌમાંસ, ચિકન કરી માંસ મટન ખાવા માટે ગાયનો નાશ કરવો છે તે વાત બોલતા થાકતા નથી. ઘઉં કરતાં ચોખા વધુ જોખમી છે, પર્યાવરણ માટે એમ કહેવામાં આવે છે. પરંતુ ઘઉં અને ચોખા કરતાં પણ મટન માસ,ગૌમાંસ પર્યાવરણ માટે ૫૨ ટકા નુકશાનકારક છે તેની વાત નથી કરવામાં આવતી. પર્યાવરણને જે નુકશાન થાય છે એમાં ૨૦ ટકા ફાળો માસ મટન ગૌમાંસ અને ચીકન જ છે, તે વાતનો સ્વીકાર નથી કરવો પણ ગાયનો નાશ કરો એમ કહેવામાં આવે છે. માણસો જો શાકાહારી બને તો પર્યાવરણને ઘણો લાભ મળે અને પ્રદુષણના ઘણાં નુકશાન ઓછા થાય. ગાય આપણુંજ નહી પણ પર્યાવરણનું પણ ઘણું રક્ષણ કરી શકે છે.

આમ પણ શ્રમશક્તિ(બળદ) (સ્વાદ દૂધ, દહીં, ઘી, માખણની વાનગીઓ આપનારી) પોષણ ખાતર ઉર્જા આપનારી, ગોબરગેસ આપનારી, મૃત્યુ બાદ ચામડું, શીંગડા, હાડકાં આપનારી ગૌમુત્ર અને ગોબર આપનારી કરૂણામય નેત્રે માનવને આજીવન સમિર્પત કરનારી અને કશું વળતર નહીં માંગનારી ગાયને કામધેનું નહીં તો બીજું શું કહીં શકાય.

આ કારણે સંસ્થાની ગૌશાળાની પ્રવૃતિ બહુ જ અગત્યની અને પવિત્ર છે. સમાજને માટે કલ્યાણકારી છે. પ્રદુષણનો નાશ કરનારી છે. પર્યાવરણને બગાડનાર ઘણાં કારણોનું નિવારણ ગાય કરી શકે છે.

પ્રાચીનકાળથી ગાય ધાર્મિક અને સામાજીક આસ્થાનું કેન્દ્ર બની રહી છે. તેથી દરેક જાતિ અને દરેક ધર્મની પ્રજાએ ગાયને પાળવાની કામગીરી બજાવી છે. હિન્દીના પ્રસિધ્ધ કવિ મોહમદ ઇબ્રાહીમ પઠાણ રસખાન તો એવી કામના કરે છે કે જો મારો બીજો જન્મ પશુ તરીકે થાય તો ઇશ્વર મને ગાયોની વચ્ચે પેદા કરજે જેને કૃષ્ણ ભગવાને ચોરી હતી. આઝાદી પહેલાં મેરઠમાં અનેક મદરેસામાં ખ્યાતનામ કવિ મૌલવી મોહમંદ ઇસ્માઇલની કિવતા ''હમારી ગાય‘‘ નું સામુહિક ગાન કરાવાતું હતું. બાળકો એને રાષ્ટ્રગીતની જેમ ગાતા. પરંતુ હિન્દુ - મુસ્લીમ અલગતાવાદી લોકોએ આ વાતને વિવાદનો વિષય બનાવી દીધું. રાજકીય નિર્દેશોના સિધ્ધાંત હેઠળ ભારતમાં બંધારણમાં ગૌહત્યા પર પ્રતિબંધ મુકાયો પણ ગૌહત્યા રાજ્યોનો વિષય છે એમ કરી રાજ્યો નક્કી કરેતો જ એને માન્યતા મળે એમ નક્કી થયું તે કારણે આજ સુધી ગૌહત્યા કાનુની ગુનો નથી બન્યો.

મહાનગર મુંબઇમાં અનેક ગુજરાતી મુસલમાનો ગાયના દૂધનો ધંધો ધર્મની જેમ કરે છે.દૂધવાળા દૂધભાઇ વગેરે નામના મુસ્લિમ ભાઇ મળે તો નવાઇ નહિં પામતા. બીકાનેરમાં દૂધની મંડી લાગે છે તેનાં ઘણાં સભ્યો મુસ્લિમ છે. બીકાનેરમાં ઘણાં મુસ્લિમો ગાય પાળે છે. જોધપુરમાં બાડમેર રોડ પર મુસ્લિમ ગૌશાળાનું બોર્ડ લાગેલું છે. એજ શહેરમાં મારવાડ મુસ્લિમ એજ્યુકેશનલ એન્ડ વેલફેર સોસાયટી નામક સંસ્થા ચાલે છે. તેમાં એક ગૌશાળા છે જેમાં ૧૨૦ ગાયોને  સાચવવામાં આવેલી છે. અતીકસાહેબ સંસ્થાનાં સંચાલક છે એમને જોતા જ ગાયો પ્રફુલ્લીત થઇ જાય છે. હકીમખાન અને અબ્દુલ સતાર નામના ભાઇઓ આ ગાયોની ૨૪ કલાક દેખરેખ રાખે છે. ઘણાં લોકો ગાયને કાઢી મુકે છે. રસ્તા પર રખડતી ગાય હોય છે. આ બધી ગાયોને સંસ્થા રાખે છે. મહિને ઘણો ખર્ચો આવે છે પણ ધર્મ સમજી કરે છે.

ગાયનું દૂધ, ભેંસના દૂધ કરતાં ઓછા વીટામીન, પ્રોટીન કે કેલરી ધરાવે છે, પણ માતાના દૂધથી ઘણું નજીક છે. ગાયનાં દૂધમાં ૭૩ કેલરી શિક્તની સામે માતા ના દૂધમાં ૭૦ કેલરી છે, ભેંસના દૂધમાં ૧૦૯ કેલરી છે. ચરબી ગાયના દૂધમાં ૩.૭ ટકાની સામે માતાના દૂધમાં ૩.૫ ટકા અને ભેંસના દૂધમાં ૭.૪ ટકા છે. આમ માતાની દૂધ સાથે સામ્યતા હોવાને લીધે ગાયને ગૌમાતા કહેવામાં આવેછે.

ગાયોના રૂપે કિરણો પ્રકાશના રથનું વહન કરે છે. એમ વેદ ગ્રંથ કહે છે. ખળખળ વહેતી નદીને ભાંભરતી વાત્સોત્સુકા (વાછરડાને પોકારતી) ગાયની ઉપમા અપાઇ છે. દેવમાતા અદિતિએ ગૌરૂપ ધારણ કરેલું. ઇન્દ્રની ગાયનું નામ માહેન્દ્રી છે. પર્વતોને નાથીને મુક્ત કરેલી જળધારાને ગાવ કહેવાય છે. ઇન્દ્ર ભગવાને પર્વતોને નાથેલા. અમરકોશમ ગાયને અહન્યા (નાશ ન થઇ શકે તેવી) સૌરભેયી (સુરિભની પુત્રી) તથા ઇજ્યા (યજ્ઞાધેનુ) કહેવાય છે. ૧૭ માસની ગાયને ત્ર્યવી, ૨૪ માસની ગાયને દિન્યૌહી, ૩૦માસની ગાયને પંચાવી ૩૬ માસની ગાયને ત્રિવત્સા, ૪૨ માસની ગાયને તુયૌહિ, ૪ વર્ષની ગાયને ષષ્કૌહી, વાંઝણી ગાયને વશા, ગર્ભપાતક ગાયને વહેત અને પ્રસુતા ગાયને ધેનુ કહેવાય છે. આ બધું ભગવદ્ ગોમંડળ શબ્દકોષમાં જણાવેલ છે. વૈદિક નિઘંટુ કોશમાં ગો શબ્દના ઊરિત્રયા, મહી, ઇલા, જગતી શર્કરી વિશ્વધાય વિશ્વાયુ કામદૂધ જેવા પર્યાયો છે. ગો શબ્દ ગે ધાતુ પરથી આવ્યો છે.

રઘુવંશના કુળગુરુ વશિષ્ઠ પાસે જે ગાય હતી તેનું નામ કામધેનુ હતું. તેની પાસે જે માંગે તે મળી શકતું. ઋષિ અગસ્તયે વાતાલિ નામના રાજાએ ભક્ષણ કરેલી ગાયને તેનું પેટ ચીરી બહાર કાઢેલી. યમનિચકેતાની કહાનીમાં ગાયનાં આદાન પ્રદાનની વાતો છે. ગૌવંશનો પાડો તો યમરાજાનું વાહન છે. અજાણતાં ગૌવધ થવાથી કર્ણને બ્રાહ્મણનો શાપ મળેલો તેથી અંતકાળે તેના રથનું પૈડું યુધ્ધભૂમિમાં ખૂંચી ગયું હતું. વિક્રમ વેતાળની વાર્તાઓમાં ગાય છે. રાજા સહસ્ત્રાર્જુને પરશુરામના પિતા જમદાગ્નિને હેરાન કરવા તેની ગાય ચોરેલી. તો કૃષ્ણ પણ ગાયોને ચરાવવા જતા ગોવાળ જ બને છે. ગોવર્ધન પર્વત ઉંચકીને કૃષ્ણ સાચા અર્થમાં ગૌબ્રાહ્મણ પ્રતિપાળ સાબિત થયા.

મહાભારત ભાગવતમાં ગાયોના ધણને ભગાડી જવાની ઘણી વાતો છે. અને તેના માટે લડાઇઓ પણ થઇ હતી. ગૌવંશને બચાવવા માટે જ તો કૃષ્ણ મથુરા છોડી દ્વારકા આવી વસેલા. વેદગ્રંથોમાં આચાર્ય ઋિત્વકનો સત્કાર મધુપર્કથી કરાય છે. ત્યારે તેમને અપાતી ગાય વિશેનો મંત્ર વિશ્વકોશમાં છે. ગાય ઋદ્રોની માતા, વસુઓની પુત્રી આિદત્યોની ભિગની છે અને અમૃતનું ઉગમ સ્થાન છે. મધુપર્ક સ્વીકારનારને કહું છું કે નિરપરાધ નિદોર્ષ ગાયોને મારશો નહી વેદોમાં ડગલે ને પગલે ગાયનો ઉલ્લેખ છે.

આ ગાયો ચોપગાં નહીં સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુબર્ળને હ્ય્ષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે. નિસ્તેજ ને સુંદર બનાવે છે. ઘરની ગામની શોભા વધારે છે. જ્યાં ગાયનો વાસ છે ત્યાં અઘટિત ઘટનાઓ બનતી નથી. ગાયોનાં દૂધ - ઘી વેચવાનું કર્મ હલ્કું છે ત્યાં એના ઘાતનો વિચાર માત્ર ત્યજ્ય છે. ગૌધન વૃ્ધ્ધિ નું પ્રતિક છે. એના થકી પરોપકારની ભાવના કેળવો, ગોચરમાં રૂદ્ર અને ત્વષ્ટા ગાયોનું રક્ષણ કરો. આ સૂચન અથર્વવેદમાં જણાવેલ છે. કાંકાચન ઋષિએ ગાયને મધુરી કહી છે. અને વાછરડા વાછરડીને દૂધ પાવામાં મન જોડો એમ જણાવેલ છે. એ પવિત્ર કામ છે. ઉપરિબભ્રઋષિ, સિવતાઋષિ અને કશ્યપઋષિ એ ગાયોની સ્તુતિ કરી છે. ગાયને સહસ્ત્રધારા કલ્યાણી કહી છે. ગોદાન અને ગોરક્ષણ ને લગભગ ફરજીયાત કહ્યું છે. ગાયને દુ:ખ આપનારના ૪૩ જાતના પદાર્થો નાશ પામે છે એવી ધાર્મિક ચેતવણી આપી છે.

કશ્યપઋષિએ ગાયને મેઘનું પાલન કરનારી, વનસ્પતિને વશ કરનારી, આંચળમાં વિજળી ધરવનારી અને વૃષભ (આખલો) અને બલલ (બળદ) ની ભેટ આપનારી કહી છે. પૃથ્વીનું રક્ષણ કરનારા સાત મંગળ તત્વોમાં ગાયનો સમાવેશ છે. દેવલ સ્મૃતિ ના આઠ આઠ શુભ તત્વોમાં ગાય છે. માનવ જીવનની બે મુખ્ય પ્રવૃતિ ખેતી અને પશુપાલન હતી. ભોજન લેતાં પહેલાં માનવ ગાયને ઘાસ નીરતો. હજી પણ ઘણાં ગૌગ્રાસ (ગાયનો કોળિયો) ભોજન લેતા પહેલા જુદો કાઢે છે.

ઘાસ ખાઇ દૂધ આપનાર ગાયને સજ્જન અને દૂધ પી ને વિષ ઓકનાર સાપને દુર્જન કહેવાય છે. મારી આગળ ગાયો પાછળ ગાયો હ્ય્દયમાં ગાયો રહે અને હું ગાયોની વચ્ચે રહું એવી પ્રાર્થના છે. આયુર્વેદમાં ચરક મુનીએ ગાયના દૂધના સેવનથી કોઢ, લકવો, પ્રવાતિકા, ગુદાભ્રંશ, આકરો, ગળાનો સોજો, શોધજ્વર ખાંસી, રક્તસ્ત્રાવ વાત (વાયુના રોગો), પ્રમેહ, શુળદેવના, ફોડાફૂંસી, ત્વચાવિકાર, મોં જીભ તાળવાનાં રોગો પ્લુરસી ઇત્યાદી રોગોમાં ફાયદો થાય છે એમ જણાવેલ છે. ગાયનાં છાણાં હવનમાં બાળવાથી વાતાવરણ પવિત્ર જંતુ મુક્ત થાય છે. છાણનું લીંપણ ઘરોમાં ઠંડી અને ગરમીમાં રાહત આપે છે.

ગોબર ખાતર તરીકે કામ આવે છે. ગાયનાં છાણનું ખાતર કેમીકલવાળા ખાતર કરતાં ઓછું નુકશાનકારક છે તે તો સાબિત થઇ જ ચુક્યું છે. તે ઉપરાંત કેમીકલવાળા ખાતર જમીનમાંથી વધુ પાણી શોષે છે જ્યારે ગોબર ઓછું પાણી શોષે છે જેથી પર્યાવરણ નો મુદ્દો પાણી બચાવો આપોઆપ થાય છે. જમીનમાં ભેજ જળવાય રહે તો બાષ્પીભવનની માત્રા ઘટે છે. પાક બમણો થાય છે. જમીન ગરમ નથી થતી. જમીનમાં પાણી અને ભેજ જળવાયતો આપોઆપ તાપમાન ઘટે છે. ગાય આધારીત ખેતી પર્યાવરણનો ઉકેલ છે.રાસાયિણક ખાતરો બંધ કરવાનો સમય આવી ગયો છે.

ભારતમાં જોવા મળતી ગાયોમાં ગીર ગાય સૌથી શાંત, સુંદર અને દૂધાળ છે. જેની વસ્તી આઝાદી પહેલા ૧૦ લાખ જેટલી હતી, હવે પાંચ હજાર જેટલી થઇ ગઇ છે.સંસ્થા આને માટે ગીર ગાય વધુ ને વધુ પેદા થાય અને જેટલી ગાયો બચાવી શકાય એટલી બચાવવાની કોશીશ કરે છે. તેની માવજત કરે છે. સારી વ્યવસ્થા કરી રાખે છે. વાછરડા, વાછરડી ઉછેરીને મોટા કરે છે. જ્યાં દાન આપવું ઘટે ત્યાં દાન આપે છે. સંસ્થાની ગાયો અને બીજા લોકોનાં પશુઓ માટે પશુ ચિકત્સાલય અને ઔષધની વ્યવસ્થા કરે છે.

ગીર ગામ ભારતભરની જ નહીં પણ વિશ્વની શ્રેષ્ઠ ગાયોમાંની પ્રજાતી છે. ઉત્તર ગુજરાતની કાંકરેજ ગાય અને ગીર ગાય શ્રેષ્ઠ ગાયોમાં આવે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને તેના સંવર્ધનનો સંકલ્પ કરેલો છે. લોકોમાં જાગૃતિ આવે એવી પ્રવૃતિ કરવામાં આવે છે. ગીર ગાય એક સાથે અનેક સમસ્યાનો ઉકેલ છે, જેમાં પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિગ જેવી સમસ્યાઓ પણ આવી ગઇ છે.


ગૌશાળા અને ગૌમાતા વિશે શાસ્ત્રોની પુરાણ કથાઓ :
ભારતીય પરંપરાના ચાર પાયા, ગીતા, ગંગા, ગાયત્રીમંત્ર અને ગાય છે. ગૌમુત્ર કે છાણને પણ ગાયની દહીં, દૂધ, ઘી ની સમકક્ષ દરજ્જો આપી અહીં ધાર્મિક રીતે પવિત્ર પંચદ્રવ્ય ગણવામાં આવે છે. આપિત્તના સમયમાં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરેલું. ગાયના કાનમાંથી પસાર થઇ શિવનો જન્મ થયો. એટલે શિવને ગોકર્ણ કહેવાયા એવી કથા વાયુપુરાણ અને શીવપુરાણમાં છે. ભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું. તેથી ગાયના કાન જેવા કાનવાળો પુત્ર જનમ્યો એ ગોકર્ણ હતો. દક્ષિણ ભારતમાં એક ગોકર્ણ તીર્થ છે. ત્યાં પુરાણું શિવમંદિર છે. ત્યાં શિવ અને પરશુરામ આવી ગયેલા એવી પુરાણ કથા છે. એમ તો તીર્થસમ્રાટ તિરૂપતીવાળા બાલજી ભગવાન જ્યારે ભૂલોકમાં છુપાયેલા હતા ત્યારે એક ગાયે તેમને પોતાના દૂધથી જીવાડેલા.

હિન્દુ ધર્મમાં પ્રાચીનકાળથી દેવપૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે. પાપી જીવને મૃત્યુ પછી નડતી ''વૈતરણી નદી‘‘ પાર કરવા ગાયના પૂંછડાંની જરૂર પડે છે. બ્રહ્માએ સૃષ્ટિસર્જન કરતી વખતે બ્રાહ્મણ અને ગાયને સાથે પેદા કરેલા એથી ગાયમાં દેવતાઓનો વાસ છે એમ મનાય છે. ગાય સર્વાધિક આજ્ઞાપાલક, શાંત અને ખેતીમાં ઉપયોગી પાલતું પશુ છે. આ રીતે તેનો ઋણ સ્વીકાર છે. દૈનિક અગ્નિહોત્ર હોમમાં ગાયના દૂધની આહુતિ અપાય છે. આ માટેની ગાયને હોમધેનુ કહેવાય છે. દેવોની ગાય દેવગવી સુરિભની પુત્રી નંદિની વિસષ્ઠઋષિની હોમધેનુ હતી. ગાય માટે વપરાતો ગો શબ્દ પરોઢના ઉષાકિરણો માટે વપરાય છે.મરૂત દેવોની માતા પુસ્નિ અને ત્રણ વૈદિક દેવીઓ ઇડા, ભારતી, સરસ્વતીમા ની ઈડા ગો કહેવાય છે. ઇશ્વરી અવતારોની સ્તુતિમાં વિપ્ર, ધેનુ,સુર, સંત, હિત, લિયો, મનુજ અવતાર બ્રાહ્મણ ગાય દેવો અને સંતોની રક્ષા માટે મનુષ્યનો અવતાર ધારણ કર્યો એવું કહેવાય છે. વેદોમાં ગાયનો ઉલ્લેખ છે પણ ભેંસ કે બકરીનો નહીં.મહાભારતમાં કથા છે દેવોના વૈદ્ય અશ્વિનકુમારે ગાયના દૂધથી ચ્યવનઋષિને તેની પત્ની સુકન્યાની વિનંતીથી યુવાન બનાવી દીધેલા.

ગીર ગાય શરીરની રચના, રંગોનું વૈવિધ્ય અને પ્રાકૃતિક સ્વભાવથી દેશ, એશિયા ખંડ અને વિશ્વનાં તમામ ગૌવંશથી અલગ છે. ખૂંધવાળા એક માત્ર ગૌવંશ પ્રાણીઓમાં ગીર ગાય સૌથી વધુ દુધાળ છે. જન્મ સમયે ગીર વાછરડીનું વજન ૨૫ થી ૩૦ કિલો હોય છે. અઢી ત્રણ વર્ષની ઉમરેં પ્રથમ વખત ગાભણી થાય ત્યારે તેનું વજન ૩૦૦ થી ૩૫૦ કિલો હોવું જરૂરી છે. જો પહેલેથી જ કાળજી રખાય તો ગીર ગાયનું વજન ૬૦૦ કિલો સુધી પણ જઇ શકે. સામાન્ય રીતે ગીર ગાય ૧૦ થી ૧૨ અને અમુક સંજોગોમાં ૧૫ થી ૧૮ વેતર વિયાણ આપે છે. ગાભણ થયા પછી તે દૂધ પણ પુષ્કળ પ્રમાણમાં આપે છે.  વિયાણ પછીના ૩૦ દિવસ પછી ગાય મહત્તમ દૂધ આપે છે. ગીર ગાય પ્રથમ વેતરે દૈનિક ૧૨ થી ૧૮ લીટર અને અમુક ગાય રોજનું ૨૦ થી ૨૨ લીટર દૂધ આપે છે. બીજા વેતર પછી સરેસાશ ૧૫ થી ૨૫ લીટર સુધી આપી શકે છે. ગીર ગાયનું સરેરાશ આયું ૧૮ થી ૨૦ વર્ષ છે. આ બધું ખેડુતો અને ગોવાળોને સમજાવવાની ખાસ જરૂરી છે.

ગાયનાં દૂધ, ઘી, છાશ માનવીને શિકતશાળી, નિરોગી અને ફળદ્રુપ બનાવે છે. માનવ શરીરમાં ખોરાક, હવા, પાણી દ્વારા પ્રવેશતા ક્લોરાઇડ જેવા હાનિકારક ક્ષારો જંતુનાશક દવાના ઝેર અને કેમિકલને અટકાવે છે. અને જે શરીરમાં હોય તેનો નિકાલ કરે છે. ગૌમુત્રનો ઉપયોગ ઔષધ તરીકે થાય છે. આ તમામ વસ્તુનો ઉપયોગ કરનારા લોકોમાં હ્ય્દયરોગ, કેન્સર, ડાયાબીટીસ, ટીબી, ઘૂંટણ કે શરીરનો વા તથા ઘસારો શ્વાસ કોઢ ચામડીના રોગોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. કોઇકને શરદી, કફ, ઉધરસમાં તો કોઇને બ્લડપ્રેશર, અસ્થમા કે અનિંદ્રામાં રાહત મળી છે. આમ ગાયનું દૂધ અમૃત સમાન છે. આમ શરીર, મન, બુધ્ધિ, હ્ય્દય અને આત્માને પોષનારી ગાય સાચે જ પંચકલ્યાણી છે.

દૂધ જેવો પૌષ્ટિક શક્તિવર્ધક અને આયુષ્ય વર્ધક બીજો કોઇ પદાર્થ નથી. બાળકથી વ્રુધ્ધ બધાં માટે હિતકારી છે. બધાં દૂધમાં ગાયનું દૂધ શ્રેષ્ઠ છે. મૃત્યુલોકનું અમૃત છે. બાળપણ થી ઘરડાં થાય ત્યાં સુધી એનો ઉપયોગ કરાય તો રોગ જોજન દૂર રહે. ત્રિભુવનમાં આનાથી શ્રેષ્ઠ બીજું કંઇ નથી એમ ઋષિમુનિઓએ કહ્યું છે. ચરકસંહિતા, સારંગધર સંહિતા, અષ્ટાંગ હ્ય્દય, ભાવ પ્રકાશ, આર્યભિષેક આ બધાં જ ગ્રંથોમાં આ વાત કહેલી છે.

ગાયનું દૂધ સ્વાદવાળું, રૂચિકર, બળકર, પથ્ય ક્રાંતિકારક, બુધ્ધિ, પ્રજ્ઞા, મેધા, વીર્ય અને શુક્ર વધારનાર છે. વાત પિત્ત અને કફ એમ ત્રણે દોષોનો નાશ કરનાર છે. રક્તિપત્ત, ક્ષય, હ્ય્દય રાગ, આમ્લિપત્ત વગેરે મટાડવાનો ગુણ ધરાવે છે. ચરક સંહિતામાં પૃષ્ટિ બળ અને વીર્ય વધારવા માટે સાદો પ્રયોગ બતાવ્યો છે. ગરમ કરેલા દૂધમાં ગાયનું ઘી સાકર નાખીને પીવું. આ તેજોવર્ધક અને પૃષ્ટિકારક છે. શરદી દૂર કરવા માટે ગરમ દૂધમા. સાકર અને મરીની ભૂકી નાખી પીવું અથવા ગરમ દૂધમાં હળદર પાવડર નાખી પીવું હિતકારી છે. ગાયનું દહીં  પણ બળ વધારનાર અને પૌષ્ટિક છે. દહીં વાસી નહીં હોવું જોઇએ. બરાબર મેળવતા આવડવું જોઇએ. ગાયનાં દૂધમાંથી જે માખણ બને છે તેનો ગુણ પણ ઠંડો છે. આંખોનું તેજ વધારે છે. વાત, પિત્ત, કફ, ઉધરસ, રક્તિવકાર નો નાશ કરે છે. ગાયનું માખણ અને તલ ખાવાથી દાંત મજબૂત થાય છે. એમ ચરક કહે છે. ગાયની છાશ પણ ગુણકારી છે. ત્રિદોશનાશક છે. ગાયનાં ઘીની તો વાત જ શી કરવી. તેના ગુણ ગાવા બેસીએ તો મહાભારત ભરાય. એક પ્રયોગ જ બસ છે. એક ચમચી રસાયણ ચૂર્ણ (ગળો, ગોખરૂ, આમળા) રોજ સવારે એક ચમચી ઘી, અડધી ચમચી મધમાં ઘૂટીં હથેળીમાં ફેલાવી જીભેથી ચાટી જવું શિયાળામાં આપ્રયોગથી કાયા ત્રાંબા વરણી થઇ જશે.

વેદિક કાળમાં ગાય ત્રણ વાર દોહવામાં આવતી. પ્રાત:કાળમાં દોહે તેને પ્રાત:દોહ કહે છે. બપોરે દોહે તેને સંગવ અને સાંજે દોહે તેને સાયંદોહ કહેવાય. ગાયના કાન પર આઠનું ચિન્હ હોય તેને અષ્ટકણી કહેવાય. કાનિવંધવાને છિદ્રકણ્ય કહેતા. સફેદ સંગની ગાયને કર્કી, વાછરડા ગાયને ગુષ્ટિ, દૂધ આપતી ગાયને ધેનું કહેતા. બળદોને ઋષભ કહેતા. સાંજના સમયે પાછી આવતી ગાયના ચરણ જ્યાં પડે તેનાં ચરણ નીચેની ધૂળ લોકો માથે ચડાવતા. આ ધૂળથી ચારે દિશા પવિત્ર થઇ જાય છે. એ સમયને ગોધૂલી વેળા કહેતા. એને શુભ વેળા માનવામાં આવે છે. યજ્ઞપુરાણમાં ગાયનું દૂધ, દહીં, ઘી, ગોબર, મૂત્રને નહીં સેવનાર માણસને માંસનો પિંડ કરી નિંદા કરાતી.

ભારતમાં ઘણી સંસ્થાઓ ગૌશાળા રાખે છે. સારી રીતે તેનો વહીવટ કરે છે. આવી સંસ્થાઓને ઉત્તેજન આપવું ઘણું જરૂરી છે. ગૌશાળા ચલાવનારાઓ એ નીચેના કાર્યો સંભાળપૂર્વક કરવા જોઇએ.

 1. ગૌ સંવર્ધન - વધુને વધુ ગાયો પેદા થાય તે જોવું જોઇએ.
 2. સુધારેલી ઔલાદના નંદિ તૈયાર કરી ગ્રામ પંચાતય ને વિના મુલ્યે આપવા જોઇએ. જેથી વધુને વધુ ગાયો પેદા થાય. દર વર્ષ પછી નંદિને બીજા ગામમાં મોકલવો જોઇએ. બીજા ગામનો આપેલા પહેલા ગામમાં લાવવો જોઇએ.
 3. સમાજ ઉપયોગી સંસ્થા હોય તેને વિના મુલ્યે ગાય આપવી અને વધુ ગાયો પેદા થાય તે જોવું
 4. પશુચિકત્સાલય ચલાવવું જોઇએ. સારવાર કેન્દ્ર ચલાવવા.
 5. દુષ્કાળના વર્ષમાં જ્યારે પાણી અને ખોરાકની અછત હોય ત્યારે કેટલ કેમ્પ ચલાવી લોકોની ગાયનું માવજત કરવું અને સારો સમય આવે ત્યારે પાછી આપી દેવી જોઇએ. ગાયોને મરવા નહીં દેવી.
 6. નિરાધાર ગાયોને પાણી અને ખોરાક આપવાની વ્યવસ્થા કરવી.
 7. ગાયોને ઉછેરવાના ફાયદાઓ સમજાવી લોકો ગાયો પાળે તે માટે લોકોને ઉત્તેજન આપવું જોઇએ. લોકોને આનાથી દૂધ મળશે અને આવકનું સાધન થઇ શકે.